ડિસેમ્બર 28, 2024 6:57 પી એમ(PM)

views 16

ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ અને સુપર લીગની મેચનું આયોજન

ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ અને સુપર લીગની મેચ રમાઇ રહી છે. આજે રમાયેલ મેચોમાં સિનિયર ક્લબ ચેમ્પિયનશિપમાં ઇન્કમટૅક્સની ટીમે એસએજી એફએને પરાજય આપ્યો હતો. જ્યારે બીજી મેચમાં સીવીએમ એફસીએ સૂર્યવંશી એફસી વિજય મેળવ્યો હતો. જ્યારે સ્ટેટ બ્લૂ કબ્સ લીગ અંડર12 ચેમ્પિયન શીપ 2025, ના સેમીફાઇનલ મેચ બીએસપીએફએ સુરત અને એસકે યુનાઇટેડ એફસી વચ્ચે આવતીકાલે રમાશે. જ્યારે બીજી સેમી ફાઇનલ માસ્ટર એફસી અને કહાની એફસી વચ્ચે રમાશે. આ બંને મેચ દરમિયાન વિજેતા ટીમો સાંજે ફાઇનલમાં ટકરાશે.

ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM)

views 37

IND vs NZ: આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ, ભારતે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્ષેણીની પ્રથમ મેચમાં વર્લ્ડ T20 ચેમ્પિયન ન્યુઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.