જાન્યુઆરી 15, 2025 3:21 પી એમ(PM)

views 14

જૂનાગઢ: મરમઠ ગામે પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે જંગલમાં ફળદ્રુપતાનો જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ ખેતીમાં લાગુ પડે તેનું નામ પ્રાકૃતિક ખેતી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં સંબોધન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, જમીનને બિનઉપજાઉ થતી અને લોકોને વિવિધ જીવલેણ રોગથી બચાવવા માટે કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે. આ દરમિયાન રાજ્યપાલે રાસાયણિક ખેતી માનવજીવન અને પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ...