જાન્યુઆરી 15, 2025 3:17 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 3:17 પી એમ(PM)

views 8

રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાના હસ્તે નોંધણવદર, હણોલ ગામે અનેક યોજનાઓનું લોકાર્પણ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પાલીતાણાના નોંધણવદર અને હણોલ ગામમાં મકરસંક્રાતિના પર્વના દિવસે અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું. મનસુખ માંડવીયાએ પાલીતાણાની નોંધણવદર શાળા ખાતે વર્ષ 2018-19 માં વર્ષમાં સંસદ ગ્રાન્ટમાંથી ફાળવેલા 34 લાખ રૂપિયામાંથી તૈયાર થયેલા આઠ રૂમ તેમજ શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત નોંધણવદર ગામમાં 74 લાખના અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને પાલીતાણાના હણોલ ગામમાં રોડના કામોનું ખાતમુર્હુત કર્યું હતું.

જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 8

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે એપીએમસી વંથલી ખાતે ટિફિન બેઠકમાં હાજર રહેશે, જેતપુર ખાતે ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી માંડવિયા બપોરે ગોં...