ડિસેમ્બર 28, 2024 3:05 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:05 પી એમ(PM)
11
માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, રોબોટ કિટની બેટરીમાં વિસ્ફોટ થતાં બાળકને આંખમાં ઇજા
બાળકોને મોબાઈલ અને રોબોટ કીટ આપતા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મહિસાગરના વીરપુર તાલુકાના લાલસર ગામે ધોરણ બે માં ભણતો બાળક રોબોટ કિટ સાથે રમતો હતો ત્યારે અચાનક જ બેટરીમાં વિસ્ફોટ થતાં બાળકને આંખમાં ઇજા થઇ હતી અને તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકને શાળામાંથી રોબોટ કીટ આપી હોવાનું પરિવારે જણાવ્યું હતું. હાલ ઇજાગ્રસ્ત બાળકની સારવાર ચાલી રહી છે.