જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 14

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.