ઓક્ટોબર 11, 2024 7:28 પી એમ(PM)

views 82

ભોપાલમાં નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી

મધ્યપ્રદેશના ભોપાલમાં નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભોપાલના આ વર્ષે દોઢ હજારથી વધુ પંડાલોમાં માતાની સ્થાપના અને પૂજા કરવામાં આવી રહી છે. પંડાલોમાં અયોધ્યા ખાતેનું રામ મંદિર, અમરનાથ યાત્રા, પાકિસ્તાન ખાતેના હિંગળજ માતાજીના મંદિર સહિતની વિવિધ ઝાંખીઓ ભાવિકોને આકર્ષી રહી છે. વહીવટી તંત્રે દુર્ગા પૂજા અને દશેરા પર્વની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા કરી છે.