ફેબ્રુવારી 1, 2025 9:34 એ એમ (AM) ફેબ્રુવારી 1, 2025 9:34 એ એમ (AM)
39
આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યની 66 નગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની નામોની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા કોરા મેન્ડેડ આપી દેવામાં આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલી ફેબ્રુઆરી છે. જ્યારે ઉમેદવારી પત્ર ચક...