ઓગસ્ટ 16, 2024 2:25 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 2:25 પી એમ(PM)

views 8

ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં આઇપી કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક, LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં આઇપી કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક, LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને કારણે ભારતની બૌદ્ધિક સંપદાને સોનાની ખાણ સમાન ગણાવી. વધુમાં તેમણે ઉમેર્યું કે, વેદ આ બૌદ્ધિક સંપદાનો મુખ્ય ઉદાહરણ છે. ઉપરાષ્ટ્રપતિ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની મુલાકાતે પણ રવાના થશે.