ઓક્ટોબર 11, 2024 2:05 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 2:05 પી એમ(PM)
4
લાઓસમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને પ્રગતિ માટે મુક્ત, સમાવેશી, સમૃધ્ધ અને નિયમ આધારિત વ્યવસ્થાતંત્ર જરૂરી છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ચીની સમુદ્રમાં શાંતિ, સલામતી અને સ્થિરતા સમગ્ર ભારત-પ્રશાંત વિસ્તારનાં હિતમાં છે. પ્રધાનમંત્રી આજે લાઓ PDRનાં વિયેન્તિયાનેમાં 19મી પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધી રહ્યા હતા. વિશ્વનાં વિવિધ પ્રદેશોમાં હાલ ચાલી રહેલા સંઘર્ષ અંગે શ્રી મોદીએ જણાવ્યું કે, વિસ્તારનો નહીં, પણ વિકાસનો અભિગમ હોવો જોઇએ. તેમણે જણાવ્યું ક...