જાન્યુઆરી 15, 2025 7:24 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:24 પી એમ(PM)

views 5

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, લક્ષ્ય સેન અને તાઈવાનના લિન ચુન-યી વચ્ચે મુકાબલો

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, લક્ષ્ય સેન ટૂંક સમયમાં 32 મેન્સ સિંગલ્સના રાઉન્ડમાં તાઈવાનના લિન ચુન-યી સામે રમશે, જે હવે નવી દિલ્હીના કે.ડી. જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. અગાઉ, મેન્સ સિંગલ્સમાં, ભારતીય ખેલાડીઓ પ્રિયાંશુ રાજાવત અને એચ.એસ. પ્રણોય આજે તેમના પહેલા રાઉન્ડના મુકાબલા હારી ગયા હતા. મહિલા સિંગલ્સમાં, ભારતીય ખેલાડી અનુપમા ઉપાધ્યાય મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય શટલર્સ, માલવિકા બંસોડ અને આકર્ષી કશ્યપ આજે બપોરે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા.