એપ્રિલ 26, 2025 7:42 એ એમ (AM) એપ્રિલ 26, 2025 7:42 એ એમ (AM)

views 8

કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્ર્ગ્સનો જથ્થો મળ્યો

કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્ર્ગ્સનો જથ્થો મળી આવ્યો છે.. જખૌ મરીન અને SRDના જવાનોને દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક પ્લાસ્ટિકના કોથળામાંથી ગુલાબી રંગના દસ શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં હતાં. સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી અંગ્રેજીમાં 'ઝમન' લખેલા આ દસ પેકેટનું વજન એક હજાર બસો ગ્રામ જેટલુ હતું . પ્રાથમિક તપાસ દરમિયાન પેકેટ્સ પાકિસ્તાન તરફથી આવ્યા હોવાનું પ્રાથમિક તબકે સામે આવ્યું છે.. પાકિસ્તાની પેડલર્સ સુરક્ષા એજન્સીઓને જોઈને ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દેતા હોય છે. અબડાસા અને માંડવીના સૈયદ સુલેમાનપીર, ...

ડિસેમ્બર 28, 2024 5:46 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 5:46 પી એમ(PM)

views 13

કચ્છ: માધાપર ખાતે મનો દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં 2024 યોજાઈ

કચ્છના માધાપર ખાતે પ્રથમ અખિલ ગુજરાત મનો દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં 2024 યોજાઈ હતી. જેમાં રાજ્યમાંથી ભાવનગર, દાહોદ, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિત કુલ 8 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં ભાવનગર અને મહેસાણા વચ્ચે યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાની દિશા સ્કૂલના દિવ્યાંગ બાળકોની ટીમ વિજેતા બની હતી. પ્રકાશ વાઘેલા મેન ઓફ ધી મેચ થયો હતો. મહેસાણાની ટીમને કપની સાથે 11 હજાર રૂપિયાનું રોકડ ઇનામ અપાયું હતું.

ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ રણોત્સવનો આરંભ કરવા સાથે અહીં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. સોમવારે સફેદ રણમાં સૂર્યાસ્તનો નઝારો નિહાળ્યા બાદ કોરિક્રિક ખાતે ચેરિયાના જંગલ વિસ્તારનું વિસ્તૃતિકરણના કાર્યોનું લોકાર્પણ કરશે.