ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM)

views 5

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા ફરી શરૂ

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષ અંગેની ખાસ ચર્ચા આજે પણ જારી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ દેશના બંધારણની રચનામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનની વિગતો આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશને આઝાદી મળ્યા બાદ દરેક નાગરિકને સમાન અધિકાર મળે એ બાબત સુનિશ્વિત કરવામાં આવી રહી છે. બંધારણની આ ભાવનાને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સબ કા સાથ સબ કા વિકાસ મંત્રને અપનાવી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે, દેશના છ લઘુમતી સમુદાયો માટે કલ્યાણ યો...