મે 21, 2025 8:08 પી એમ(PM) મે 21, 2025 8:08 પી એમ(PM)

views 3

દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ સ્વિમિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ 10 કિલોમીટર ઑપન સ્વિમિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. કર્ણાટકના રેણુકાચાર્ય હોદમાની અને મહારાષ્ટ્રનાં દીક્ષા યાદવે આજે અરબ સાગરમાં યોજાયેલી સ્પર્ધામાં ક્રમશઃ પુરુષ અને મહિલા વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો. સુવર્ણ ચંદ્રક વિજેતા 17 વર્ષના રેણુકાચાર્યએ દીવમાં બે કલાક નવ મિનિટ અને 40 સેકેન્ડના સમયમાં અને 19 વર્ષનાં દીક્ષાએ બે કલાક 18 મિનિટ અને નવ સેકેન્ડનો સમય લઈ આ સિદ્ધિ મેળવી.

ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM)

views 13

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી આ પૂર્વીય લીગ 25 ઑગસ્ટના રોજ પૂર્ણ થશે. બિહાર યોગાસન ખેલ સંઘ પહેલીવાર તેની મેજબાની કરી રહ્યું છે. આ લીગમાં પૂર્વીય ક્ષેત્રના રાજ્યોમાંથી પાંચસો મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. આ લીગનું સીધું પ્રસારણ ખેલો ઇન્ડિયા મહિલા લીગની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરાશે.