ફેબ્રુવારી 16, 2025 3:09 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 3:09 પી એમ(PM)

views 3

નવસારીના બીલીમોરામાં યોજાયેલી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત દક્ષિણ ઝોનની હેન્ડબોલની સ્પર્ધાઓના વિજેતાઓ જાહેર કરાયા

નવસારીના બીલીમોરામાં યોજાયેલી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત દક્ષિણ ઝોનની હેન્ડબોલની સ્પર્ધાઓના વિજેતાઓ જાહેર કરાયા. જેમાં અંડર 14 ભાઈઓની સ્પર્ધામાં નર્મદાની ટીમ વિજેતા તથા સુરત શહેરની ટીમ રનર્સ અપ અને બહેનોમાં વલસાડની ટીમ વિજેતા તથા સુરત શહેરની ટીમ રનર્સ અપ થઈ હતી. અંડર 17 ભાઈઓમાં નર્મદાની ટીમ વિજેતા તથા નવસારીની ટીમ રનર્સ અપ અને બહેનોમાં નર્મદાની ટીમ વિજેતા તથા નવસારીની ટીમ રનર્સ અપ થઈ. આ સ્પર્ધામાં વિજેતા ટીમોને સન્માનિત કરાઇ હતી.

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 8

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તતિઓ રજૂ કરવામાં આવશે તથા ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી શ્રેષ્ઠ ત્રણ શાળા, મહાનગરપાલિકા તથા જિલ્લાઓનું સન્માન કરવામાં આવશે.