ઓગસ્ટ 2, 2024 10:47 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:47 એ એમ (AM)
6
ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે
ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. દરમિયાન SDRF, NDRF, DDRF, પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટુકડીઓએ મળીને અત્યાર સુધીમાં 2 હજાર લોકોને બચાવ્યા છે. જેમાં 425 જેટલા લોકોને ભિમબાલી, રામબાડા અને લિંચોલીમાંથી એર લિફ્ટ કરાયા હતા, જ્યારે અગિયારસો જેટલા લોકોને સોનપ્રયાગ અને ભિમબાલી વચ્ચેથી સુરક્ષિત બહાર કઢાયા હતા. વાયુ દળ દ્વારા બચાવ કામગીરીમાં ચિનુક અને MI-17 હેલિકોપ્ટર તેમજ ત્રણ જેટલી ATF ટેન્ક જોડવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામ...