જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM)

views 2

કરૂણા અભિયાન: મહીસાગરમાં 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થનાર પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સારવાર માટેની કામગીરી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દોરાથી ઘાયલ ટિટોડી પક્ષીની પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 10મીથી 14મી જાન્યુઆરી સુધીમાં 137 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાંથી 1...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 1

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...