જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું

આજે રાષ્ટ્ર 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ, જ્યાં તેમણે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડમાં મુખ્ય મહેમાન રહેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે એક બગીમાં કર્તવ્ય પથ પર પહોંચ્યા. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો, ત્યા...

જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM)

views 26

પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા ઝલક જોવા મળી

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી હતી. આ પરેડમાં ગુજરાતની ‘સ્વર્ણિમ ભારત- વારસા અને વિકાસ’ની ઝાંખી જોવા મળી. જ્યારે પશ્ચિમ બંગાળની ઝાંખીમાં રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટતા અને કલાત્મક પરંપરાઓ જોવા મળી. જ્યારે ભારતીય હવામાન વિભાગ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની ઝાંખી પણ આ પરેડમાં જોડાઈ હતી. મધ્યપ્રદેશ ’70 સાલ બાદ ચિત્તાઓં કી ઐતિહાસિક વાપસી’ની ઝાંખી જોવા મળી હતી. ઉપરાંત ભારતીય તટરક્ષક, DRDOની ઝાંખી રક...

જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM)

views 9

સમગ્ર દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો

સમગ્ર દેશમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ વખતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ઇન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો વિશેષ મહેમાન બન્યા છે. પરંપરા મુજબ, બંને રાષ્ટ્રપતિઓને ભારતીય સેનાની સૌથી વરિષ્ઠ રેજિમૅન્ટ, ‘રાષ્ટ્રપતિના અંગરક્ષક’ દ્વારા કર્તવ્ય પથ પર લઈ જવાયા. બંને મહાનુભાવો પરંપરાગત ઘોડાગાડીમાં સવાર થઈ સમારોહ ખાતે પહોંચ્યાં હતાં. આગમન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનુ...