ડિસેમ્બર 28, 2024 3:26 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:26 પી એમ(PM)

views 2

જૂનાગઢ: પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન

જૂનાગઢના લોઢીયા વાડી ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય દ્વારા અંધ દીકરી માટે ઓપન ગુજરાત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે લોકગીત, ભજન, વક્તૃત્વ સ્પર્ધા, રાસ ગરબા સ્પર્ધા અને સાડી પરિધાન સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલી 200થી વધુ અંધ દીકરીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ અંધ દીકરીઓને પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય દ્વારા આવતીકાલે યોજાનાર ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.