જાન્યુઆરી 15, 2025 3:21 પી એમ(PM)

views 14

જૂનાગઢ: મરમઠ ગામે પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે જંગલમાં ફળદ્રુપતાનો જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ ખેતીમાં લાગુ પડે તેનું નામ પ્રાકૃતિક ખેતી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં સંબોધન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, જમીનને બિનઉપજાઉ થતી અને લોકોને વિવિધ જીવલેણ રોગથી બચાવવા માટે કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે. આ દરમિયાન રાજ્યપાલે રાસાયણિક ખેતી માનવજીવન અને પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ...

ડિસેમ્બર 14, 2024 3:01 પી એમ(PM)

views 6

જૂનાગઢ: ઓલ ઇન્ડિયા ટેકસ પ્રેક્ટિસનરનું 27મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું

જૂનાગઢમાં આજે ઓલ ઇન્ડિયા ટેકસ પ્રેક્ટિસનરનું 27મું રાષ્ટ્રીય અધિવેશન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભૂયાનના પ્રમુખ સ્થાને યોજાઈ ગયું. જૂનાગઢના કરવેરાના સલાહકાર સમીર જાનીની રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં જૂનાગઢ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જસ્ટિસ ઉજવલે સમીર જાનીને શપથ લેવડાવી કરવેરાના વિવિધ કાયદા ઉપરના બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ગૌહાટી હાઇકોર્ટ જજ એન.પી.જૈન, ગુજરાત હાઇકોર્ટ જજ બી. ડી. કારીયા તેમજ અન્ય ન્યાયમૂર્તિઓ અને દેશભરમાંથી અગ્રણી ચાર્ટડ એકઉન્ટન્ટ અને કરવેરા તજજ્ઞો ...