નવેમ્બર 9, 2024 6:52 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:52 પી એમ(PM)

views 7

જાપાન: ઇન્ફ્લૂએન્ઝાના 5,127 કેસ નોંધાયા, 829 કેસોનો વધારો

જાપાનના ત્રીજી નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ઇન્ફ્લૂએન્ઝાના કુલ પાંચ હજાર, 127 કેસ નોંધાયા છે. જે અગાઉના સપ્તાહ કરતાં 829 કેસોનો વધારો દર્શાવે છે. જાપાનના આરોગ્ય મંત્રાલયે લોકોને યોગ્ય સમય રસીકરણ, માસ્ક પહેરવા અને સમયાંતરે હાથ ધોવાની સૂચના આપી છે.

ઓક્ટોબર 11, 2024 7:41 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 7:41 પી એમ(PM)

views 8

જાપાનના નિહોન હિદાનક્યો સમૂહને આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર અપાશે

પરમાણુ શસ્ત્ર મુક્ત વિશ્વનું લક્ષ્ય હાંસલ કરવા માટે સતત પ્રયાસ કરી રહેલાં જાપાનના નિહોન હિદાનક્યો સમૂહને આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર અપાશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ યુધ્ધ દરમિયાન જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરમાં થયેલા પરમાણુ બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલા લોકોએ નિહોન હિદાનક્યો સમૂહની રચના કરી છે. આ સમૂહના પ્રતિનિધિઓ પરમાણુ શસ્ત્રોનો ફરી ઉપયોગ ન થાય તે માટે હંમેશા દેખાવો કરતાં હોય છે.