જાન્યુઆરી 15, 2025 6:10 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:10 પી એમ(PM)

views 6

જામનગર: પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વાંસજાળિયા ગામે મેજરબ્રિજનું ખાતમુહુર્ત કર્યું

રાજ્ય પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લાનાં વાંસજાળિયા ગામે નિર્માણ થનાર મેજરબ્રિજનું ખાતમુહુર્ત કર્યું. છ કરોડ 56 લાખનાં ખર્ચે બનનાર આ બ્રિજ 111.60 મીટર લાંબો અને 12 મીટર પહોળો બનશે. આ બ્રિજ બનવાથી વાંસજાળિયા, તરસાઇ, સતાપર તથા આજુબાજુના રહેવાસીઓને ફાયદો થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આ બ્રિજ બનાવાથી 45 હજાર લોકોને અવર-જવર કરવામાં સરળતા રહેશે. આ રસ્તો જામનગર જિલ્લાને પોરબંદર જિલ્લા સાથે જોડતો અગત્યનો મુખ્ય જીલ્લા માર્ગ છે. અહી નજીકમાં સતાપર ગામે ધાર્મિક સ્થળ આવેલું હોવાથી પણ અનેક લ...

ડિસેમ્બર 28, 2024 3:23 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:23 પી એમ(PM)

views 16

CM ભુપેન્દ્ર પટેલે ખાતે સીદસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના જામજોધપુર ખાતે સીદસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા. ઉમિયાધામ ખાતે માતાજીના પ્રાગટ્યોત્સવના સવા સો વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સીદસર ખાતે માં ઉમિયા માતાજીના દર્શન કરી આગેવાનોને મળ્યા હતા. ત્યારબાદ ઉમિયાધામ આયોજિત વિશાળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ડિસેમ્બર 14, 2024 4:39 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:39 પી એમ(PM)

views 13

જામનગર: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ‘કહાની-કલા-ખુશી’નું આયોજન 2,700થી વધુ બાળકોને લાભ મળશે

બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા વાર્તાકથન અભિયાન હાથ ધરાયું છે સ્વ. ધીરુભાઈ અંબાણીના જન્મદિન નિમિત્તે રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ‘કહાની-કલા-ખુશી’ શિર્ષક તળે આ નવતર કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. જામનગરમાં રિફાઈનરીની આસપાસની 23 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 12મી થી 20 ડિસેમ્બર દરમિયાન આ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ધો. 5થી 10ના આશરે 2,700 કરતાં વધુ બાળકોને લાભ મળશે. આ અભિયાન દરમિયાન રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના 400 જેટલા સ્વયંસેવકો શાળાઓમાં જઈને સિધ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિઓ ધીરુભાઈ અંબાણી, ઘનશ્યામદાસ બીરલા, જે.આર....

ડિસેમ્બર 14, 2024 4:34 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:34 પી એમ(PM)

views 8

જામનગર: કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો હતો. આ લોકસંપર્ક દરમિયાન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતા નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો મંત્રીએ સાંભળી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમ...

ઓક્ટોબર 11, 2024 6:32 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 6:32 પી એમ(PM)

views 22

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગુજરાતની વિકાસ યાત્રાના 23 વર્ષની ઉજવણી નિમિતે વિકાસ સપ્તાહની ઉજવણી 15 ઓક્ટોમ્બર 2024 સુધી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તે અંતર્ગત જામનગર જિલ્લમાં ભૂચર મોરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહને અનુલક્ષીને યોજાયેલી પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓએ વિકાસ શપથ લીધા હતા અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમ માં કુલ 58.21 કરો...

ઓગસ્ટ 4, 2024 9:41 એ એમ (AM) ઓગસ્ટ 4, 2024 9:41 એ એમ (AM)

views 6

જામનગરના સાધના કોલોનીમાં મકાન ધરાશાયી : એકનું મોત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મજલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મકાન ધરાશાયી થતાં મલબા નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં તુરંત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક લાવારિસ જણાતી વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના જ...