સપ્ટેમ્બર 5, 2024 10:55 એ એમ (AM)

views 45

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અનંતનાગમાં ગઠબંધનના ઉમેદવાર જી એ મીરના સમર્થનમાં જાહેર રેલી યોજી હતી.

જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અનંતનાગમાં ગઠબંધનના ઉમેદવાર જી એ મીરના સમર્થનમાં જાહેર રેલી યોજી હતી. રેલીને સંબોધન કરતાં શ્રી ગાંધીએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન લોકોની સાચી આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પણ સભાને સંબોધિત કરી હતી. અગાઉ,રાહુલ ગાંધીએ તેમના પક્ષના ઉમેદવાર વકાર રસૂલ વાનીના સમર્થનમાં રામબન મતવિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રી અને P...