ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અનુરોધ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પરાળી બાળવાથી ઉભી થતી પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અને આ બાબત વ્યક્તિઓ ઉપર નહીં છોડવા અનુરોધ કર્યો છે. આજે દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા જતન પુરસ્કાર સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કુદરતના સંસાધનોનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે પર્યાવરણના ઉર્જાસ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી છે.

ડિસેમ્બર 14, 2024 1:49 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:49 પી એમ(PM)

views 7

લોકશાહી માત્ર પ્રણાલીઓ પર જ નહીં પરંતુ મૂળ મૂલ્યો પર આધારિત: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું હતું કે, ભારતીય લોકશાહી અભિવ્યક્તિ અને સંવાદના સંતુલન પર કેન્દ્રિત હોવી જોઈએ. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે લોકશાહી માત્ર પ્રણાલીઓ પર જ નહીં પરંતુ મૂળ મૂલ્યો પર આધારિત છે. નવી દિલ્હીમાં ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસના 50મા સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ઉપરાષ્ટ્રપતિએ આ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અભિવ્યક્તિ અને સંવાદ એકબીજાના પૂરક છે અને બંને વચ્ચે સંવાદિતા એ સફળતાની ચાવી છે.

નવેમ્બર 9, 2024 6:49 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:49 પી એમ(PM)

views 17

વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંશોધન અને નવકલ્પના ઉપર ભાર મૂક્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા સંશોધન અને નવકલ્પના ઉપર ભાર મૂક્યો છે. તેઓ આજે દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થાના ચોથા પદવીદાન સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને અભ્યાસક્રમ દ્વારા સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ આ અભિયાનમાં મદદરૂપ થવા કોર્પોરેટ ક્ષેત્રને અપીલ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્ર માનવ સંસાધનોને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થતું હોવાથી આ ક્ષેત્રનું મૂડીરોકાણ ખૂબ જ મહત્વ...