ઓક્ટોબર 11, 2024 2:13 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 2:13 પી એમ(PM)

views 4

ઇઝરાયેલે લેબેનોન પર 25 હવાઇ હુમલા કર્યા, 21 લોકોનાં મૃત્યું

લેબેનોન પર ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં 21 લોકોનાં મૃત્યુ થયા હતા અને 41ને ઇજા થઈ હતી એમ લેબેનોનના સૂત્રોએ જણાવ્યું છે. ઇઝરાયેલનાં યુદ્ધ વિમાનોએ લેબેનોનમાં 25 હવાઇ હુમલા કર્યા હતા. ઇઝરાયેલે લશ્કરનાં ચેકપોઇન્ટ પર કરેલાં ડ્રોન હુમલામાં છ લેબેનીઝ સૈનિકોનાં પણ મૃત્યુ થયા હતા. દરમિયાન, લેબેનોનના સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલનાં હૂમલામાં એક ગામમાં ત્રણ માળની ઈમારતન નાશ પામી હતી.

ઓક્ટોબર 6, 2024 2:25 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:25 પી એમ(PM)

views 8

ઇઝરાયેલનો લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો

લેબનોનમાં ગઈકાલે ઈઝરાયેલના હુમલામાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે હુમલાઓ વધારીને પ્રથમ વખત ઉત્તરી લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર બોમ્બમારો કર્યો, જેમાં હિઝબોલ્લાહ અને હમાસ લડવૈયાઓ બંનેને નિશાન બનાવ્યા. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સહિત હજારો લોકો આ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે લેબનોન છોડીને ભાગી રહ્યા છે. દરમિયાન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ગાઝામાં ઉપયોગ માટે ઈઝરાયેલને શસ્ત્રોનો પુરવઠો અટકાવવાની હાકલ કરી હતી. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ તરફથી આકરી પ્રતિ...