ઓક્ટોબર 6, 2024 8:21 પી એમ(PM)

views 14

વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ

ઇઝરાયેલ પરના જીવલેણ હમાસના હુમલાને એક વર્ષ થતાં ગઇકાલે વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી. પેરિસ, રોમ, મનિલા, કેપ ટાઉન અને ન્યુ યોર્ક સિટીમાં પણ નોંધપાત્ર મેળાવડાના અહેવાલ સાથે હજારો પેલેસ્ટિનિયન તરફી પ્રદર્શનકારોએ મધ્ય લંડનમાં કૂચ કરી. ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલાને પગલે સંઘર્ષ વધી ગયો, જેમાં અંદાજે 1 હજાર 200 જેટલા ઇઝરાયેલીઓ માર્યા ગયા અને ઘણા લોકો બંધક બન્યા. બદલામાં, ગાઝામાં ઇઝરાયેલ લશ્કરીની જવાબી કાર્યવાહીમ...

ઓક્ટોબર 6, 2024 2:25 પી એમ(PM)

views 25

ઇઝરાયેલનો લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો

લેબનોનમાં ગઈકાલે ઈઝરાયેલના હુમલામાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે હુમલાઓ વધારીને પ્રથમ વખત ઉત્તરી લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર બોમ્બમારો કર્યો, જેમાં હિઝબોલ્લાહ અને હમાસ લડવૈયાઓ બંનેને નિશાન બનાવ્યા. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સહિત હજારો લોકો આ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે લેબનોન છોડીને ભાગી રહ્યા છે. દરમિયાન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ગાઝામાં ઉપયોગ માટે ઈઝરાયેલને શસ્ત્રોનો પુરવઠો અટકાવવાની હાકલ કરી હતી. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ તરફથી આકરી પ્રતિ...