જૂન 24, 2025 9:10 એ એમ (AM) જૂન 24, 2025 9:10 એ એમ (AM)

views 14

મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ

મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી હવાઇ મુસાફરો કરતાં મુસાફરોને અમદાવાદ એરપોર્ટના તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસે.આ સ્થિતિની જાણકારી મેળવીને જ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે તેવી પણ સલાહ એરપોર્ટ સત્તાવાળોએ મુસાફરોને આપી છે.