ડિસેમ્બર 28, 2024 6:12 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 6:12 પી એમ(PM)

views 6

ચેન્નાઈ: અન્ન યુનિવર્સિટીમાં જાતિય હુમલાના બનાવની તપાસ કરવા સમિતિની રચના

રાષ્ટ્રીય મહિલા પંચે ચેન્નાઈની અન્ન યુનિવર્સિટી ખાતે નોંધાયેલા કહેવાતા જાતિય હુમલાના બનાવની તપાસ કરવા સત્ય શોધક સમિતિની રચના કરી છે. મહિલા પંચની યાદીમાં જણાવ્યા મુજબ મહિલા પંચના સભ્ય મમતાકુમારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ વડા પ્રવીણ દિક્ષીતની બનેલી આ સમિતિ સમગ્ર બનાવનો આરંભ તેમજ સંબંધિત અધિકારીઓએ આ ઘટના અંગે કરેલી કાર્યવાહીની તપાસ કરશે. સમિતિના સભ્યો પીડિતા, તેના પરિવારજનો, મિત્રો, બીનસરકારી સંસ્થાઓ સાથે વાતચીત કરીને માહિતી મેળવશે અને આ પ્રકારના બનાવો ફરીથી ન થાય તે માટે જરૂરી પગલાં સૂચવશે. ...