ઓક્ટોબર 30, 2024 9:02 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:02 એ એમ (AM)
7
ભારતીય રેલવેએ સ્વિત્ઝર્લેન્ડના પર્યાવરણ વિભાગ સાથે સમજૂતી કરાર કર્યા
ભારતીય રેલવેએ બંને દેશો વચ્ચે ટેકનિકલ સહયોગ વધારવા માટે સ્વિત્ઝર્લેન્ડના પર્યાવરણ, પરિવહન અને સંચાર વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ પર હસ્તાક્ષર સમારોહને સંબોધતા, રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે હાઇલાઇટ કર્યું હતું કે, એમઓયુ ભારતીય રેલવેને ટેક્નોલોજી શેરિંગ, ટ્રેક મેઇન્ટેનન્સ, મેનેજમેન્ટ અને કન્સ્ટ્રક્શન સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે એક વ્યાપક માળખું પ્રદાન કરશે. તેમણે એમ પણ કહ્યું કે આ એમઓયુ ભારતીય રેલવેને આધુનિક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.