ડિસેમ્બર 14, 2024 7:19 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવીને જણાવ્યું છે કે, તેમની સરકારની નીતિઓ દેશની એકતા વધુ મજબૂત બનાવવા માટેની છે. આજે લોકસભામાં બંધારણના 75 નિમિત્તે યોજાયેલા ખાસ ચર્ચા સત્રમાં જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. દેશની એકતા મજબુત બનાવવા એનડીએ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં 370 કલમ નાબુદ કરવી અને એક દેશ – એક વેરો નીતિ અંતર્ગત જીએસટીનો અમલ કર્યો છે. એવી જ રીતે સમગ્ર દેશમાં એક રેશનકાર્ડ, એક દેશ એક ગ્રીડ અને સર્વસમાવેશક માળખાકીય સુવિધાઓનો વિકાસ જેવી યોજનાઓ પણ અમલમાં મૂકી છ...

ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM)

views 31

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા ફરી શરૂ

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષ અંગેની ખાસ ચર્ચા આજે પણ જારી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ દેશના બંધારણની રચનામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનની વિગતો આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશને આઝાદી મળ્યા બાદ દરેક નાગરિકને સમાન અધિકાર મળે એ બાબત સુનિશ્વિત કરવામાં આવી રહી છે. બંધારણની આ ભાવનાને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સબ કા સાથ સબ કા વિકાસ મંત્રને અપનાવી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે, દેશના છ લઘુમતી સમુદાયો માટે કલ્યાણ યો...