ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM)

views 6

તટ રક્ષકે સમુદ્રમાં ડૂબેલા જહાજના નવ ખલાસીને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ  26મીના રોજ  સમુદ્રમાં આવેલા તોફાનને કારણે ડૂબી ગયું હતું. ડૂબી ગયેલા જહાજના ક્રુ સભ્યો દ્વારા દરિયામાં અન્ય જહાજોમાં આશરો લીધો હતો. આ તમામને બચાવીને કોસ્ટ ગાર્ડ ગુજરાતના પોરબંદર હાર્બર ખાતે લવાયા હતા.

ઓક્ટોબર 11, 2024 3:13 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 3:13 પી એમ(PM)

views 3

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલ જવાનના સન્માન સાથે અંતિમ સંસ્કાર

અરબી સમુદ્રમાં ગરકાવ તટરક્ષકદળના ક્રુ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણાનો મૃતદેહ લાંબા શોધ અભિયાન બાદ મળી આવ્યો હતો. ગત બીજી સપ્ટેમ્બરના રોજ એક બચાવ અભિયાન અંતર્ગત કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ખાબક્યું હતું. આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં ચાર ક્રુ સભ્યો હતો જેમાંથી ઘાયલ એક જવાનને બચાવી લેવાયો હતો. ત્રણના મોત થયા હતા. જેમાંથી બેના મૃતદેહ મળ્યા હતાં. જ્યારે ત્રીજા જવાનનો મૃતદેહ શોધવા માટે કોસ્ટે ગાર્ડે સઘન અભિયાન આદર્યુ હતું. અભિયાન બાદ ગઇકાલે રાકેશકુમાર રાણાનો મૃતદેહ મળી આવતાં હવે તેના સેવા પરંપરા ...