ડિસેમ્બર 14, 2024 2:52 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 2:52 પી એમ(PM)

views 8

GNLUમાં સ્પેસ-લૉ ના વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું સમાપન

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે સ્પેસ-લૉ ના વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું આજે સમાપન થયું હતું. ભારતની અવકાશ-યુદ્ધ અને સેટેલાઇટ ઇન્ટેલિજન્સ એસેટનું સંચાલન કરતી ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોની સંકલિત એજન્સી એવી ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના એમઓયુ અંતર્ગત આ બીજો તાલીમ કાર્યક્રમ હતો. પાંચ સપ્તાહના આ નિવાસી કાર્યક્રમમાં ભારતીય ભૂમિ સેના અને ભારતીય હવાઈ દળના દસ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

ડિસેમ્બર 14, 2024 1:28 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:28 પી એમ(PM)

views 7

વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારત અને હોન્ગકોન્ગ વચ્ચે રમાશે મેચ

હોન્ગકોન્ગમાં વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારતીય પુરુષ ટીમ પાંચમા સ્થાન માટે યજમાન હોન્ગકોન્ગ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે 5થી 8મા સ્થાન માટે યોજાયેલી મેચમાં ગઈકાલે જર્મનીને 2 શૂન્યથી હરાવ્યું હતું. દરમિયાન ભારતીય મહિલા ટીમ પાંચથી આઠમા સ્થાન માટે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડથી ત્રણ શૂન્યથી હારી ગયું હતું. જ્યારે સાતમા સ્થાન માટે આજે ભારતીય મહિલા ટીમ ફ્રાન્સ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ગુરુવારે ભારતીય મહિલા અને પુરુષ...

ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી ગ્રામ પંચાયતને સુશાસન ધરાવતી પંચાયત શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં 1 લાખ 94 હજાર ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો. કુલ પુરસ્કાર વિજેતાઓમાં 42 ટકા પંચાયતોમાં મહિલાઓની આગ...

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 8

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 4

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહ્યોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 4

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...

ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM)

views 7

ઑક્ટોબરમાં યુપીઆઈ થકી રૂ. 16.15 અબજના નાણાંકીય વ્યવહાર થયા

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ - UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયું હતું. તેણે એક જ મોબાઈલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક ખાતાઓને એકીકૃત કરીને દેશના નાણાકીય ચૂકવણીના પારિસ્થિતિક તંત્રમાં ક્રાંતિ લાવી છે. UPIએ નાણાકીય વ્યવહારોને જો ઝડપી, સુરક્...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 8

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધ્યો છે. સિંહે ...

નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM)

views 6

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે.

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવર બપોરે ચાર વાગ્યે રાંચીના મોરહાબાદી મેદાનમાં શ્રી સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શ્રી સોરેને રાંચીમાં કહ્યું કે, ‘તેમણે સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પક્ષના નેતાઓને પણ આમંત્રિત કર્યા છે’

નવેમ્બર 21, 2024 9:47 એ એમ (AM) નવેમ્બર 21, 2024 9:47 એ એમ (AM)

views 11

રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું

રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું છે. ગઈકાલે ગોવામાં 55મા ભારત આંતરરાષ્ટ્રીય મહોત્સવના ઉદઘાટન સમારોહમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડિજિટલ સ્ટ્રીમિંગ સેવાઓની વધતી જતી માંગને પહોંચી વળતી વખતે, વેવ્સનો ઉદ્દેશ્ય આધુનિક ડિજિટલ વલણોને સ્વીકારીને ખાસ સમયને યાદગાર કરવાનો છે. તરંગોમાં રામાયણ, મહાભારત, શક્તિમાન અને હમ લોગ જેવા સદાબહાર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ પ્રેક્ષકોને ભારતના સાંસ્કૃતિક અને ભાવનાત્મક વારસા સાથે જોડશે. પ્રસાર ભારતીના...