ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM)

views 3

આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે અંદાજપત્ર પૂર્વેનો પરામર્શ કરશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક દરમિયાન ભારતીય કંપનીઓ ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવા માટે જીડીપીના સૌથી મોટા ઘટક એવા વપરાશને વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવાની માંગણી કરવામાં આવે તેવી સંભાવના છે.

ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM)

views 32

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના એક દિવસીય પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 29, 2024 8:04 એ એમ (AM) ડિસેમ્બર 29, 2024 8:04 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી મોદી આજે મન કી બાતમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 117મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. ...

ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM)

views 10

ઇસરો સોમવારે અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ કરશે, આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા દેશોમાં ભારત સ્થાન મેળવશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમણે સ્વદેશી ટેકનોલોજી - ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે. આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે.

ડિસેમ્બર 28, 2024 1:59 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:59 પી એમ(PM)

views 6

વર્તમાન નાણાકીય વર્ષમાં 88 ખનીજ બ્લૉક્સની સફળ હરાજી

સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં 88 ખનીજ બ્લૉક્સની સફળ હરાજી કરી છે, જેમાં ચાર તબક્કામાં પૂર્ણ કરાયેલા 24 મહત્વના ખનીજ બ્લૉક પણ સામેલ છે. ખાણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય ખનીજ સંશોધન ટ્રસ્ટ- NMETએ 609 કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે 120 સંશોધન અને ખરીદ પરિયોજનાને મંજૂરી આપી છે. MSTC દ્વારા ઈ-હરાજી મંચને વ્યાપક પૂર્વાભ્યાસે સંભવિત સહભાગીઓ માટે એકીકૃત નોંધણી પ્રક્રિયા અને બોલી જમા કરવાના તબક્કાઓને પ્રદર્શિત કરાયું છે. ખાણ મંત્રાલયે તાજેતરમાં જ અપતટીય ખનીજ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક વૅબિનાર ય...

ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM)

views 26

કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વૅબસાઈટ અને newsonair મૉબાઇલ એપ પર કરાશે. ઉપરાંત AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલો પર પણ ‘મન કી બાત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં...

ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM)

views 2

આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કૉંગ્રેસ કાર્ય સમિતિ- સીડબલ્યુસી એ ગઈકાલે ડૉ. મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહના અંતિ...

ડિસેમ્બર 27, 2024 10:52 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 10:52 એ એમ (AM)

views 2

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહનું નિધન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે, ડૉ. સિંહના નિધન અંગે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહનું ગઈકાલે નવી દિલ્હીમાં નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરે બેભાન થઈ જતાં તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા. ગઇકાલે રાત્રે નવ વાગીને 51 મિનિટે AIIMSએ તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું. તેમની તબિયત કેટલાક મહિનાઓથી ખરાબ હતી. તેમના પરિવારમાં તેમની પત્ની ગુરુશ...

ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM)

views 7

તટ રક્ષકે સમુદ્રમાં ડૂબેલા જહાજના નવ ખલાસીને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ  26મીના રોજ  સમુદ્રમાં આવેલા તોફાનને કારણે ડૂબી ગયું હતું. ડૂબી ગયેલા જહાજના ક્રુ સભ્યો દ્વારા દરિયામાં અન્ય જહાજોમાં આશરો લીધો હતો. આ તમામને બચાવીને કોસ્ટ ગાર્ડ ગુજરાતના પોરબંદર હાર્બર ખાતે લવાયા હતા.

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

views 4

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દુઃખના પ્રસંગે રાજ્યભરમાં પણ શોક પાળવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘના દુઃખદ નિધનને કારણે જાહેર કરાયેલ રાષ્ટ્રીય શ...