જુલાઇ 31, 2024 11:04 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:04 એ એમ (AM)
6
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત – 200થી વધુ લોકો ગુમ
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે. જ્યારે વિવિધ હૉસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે. તેમ જ 200થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. સેનાની ત્રણેય પાંખ, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સંયુક્તપણે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. વાયનાડમાં ચાલી રહેલી 45 રાહત શિબિરમાં 3 હજાર 69 લોકોને રાખવામાં આવ્યા છે. લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યૉર્જ કુરિયને ગઈકાલે રાત્રે વાયનાડ પહોંચી રાહત કાર્યોનું નિરીક્ષણ કરી સેના તેમ જ NDRFના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. કેરળન...