ઓગસ્ટ 2, 2024 10:48 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:48 એ એમ (AM)

views 6

UPI આધારિત વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો થયો

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPI આધારિત વ્યવહારો જુલાઈ મહિનામાં વધીને 20.64 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાએ ગઈ કાલે આ અંગે અહેવાલ જાહેર કર્યો છે, જેમાં કહેવાયુ છે કે UPI ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો થયો છે. જુલાઈમાં કુલ UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા પ્રતિ માસ લગભગ 4 ટકા વધીને 14.44 અબજ થઈ છે. જ્યારે સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા 46.6 કરોડની આસપાસ છે. UPI પર RuPay ક્રેડિટ કાર્ડ અને વિદેશમાં તેના લોન્ચિંગને કારણે UPIમાં પ્રતિમાસ 60 લાખ ન...

ઓગસ્ટ 2, 2024 10:47 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:47 એ એમ (AM)

views 6

ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે

ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. દરમિયાન SDRF, NDRF, DDRF, પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટુકડીઓએ મળીને અત્યાર સુધીમાં 2 હજાર લોકોને બચાવ્યા છે. જેમાં 425 જેટલા લોકોને ભિમબાલી, રામબાડા અને લિંચોલીમાંથી એર લિફ્ટ કરાયા હતા, જ્યારે અગિયારસો જેટલા લોકોને સોનપ્રયાગ અને ભિમબાલી વચ્ચેથી સુરક્ષિત બહાર કઢાયા હતા. વાયુ દળ દ્વારા બચાવ કામગીરીમાં ચિનુક અને MI-17 હેલિકોપ્ટર તેમજ ત્રણ જેટલી ATF ટેન્ક જોડવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામ...

ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનો પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયું છે. આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજ્યપાલ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય મંત્રી અમિત શાહ,ધર્મેન્દ્રપ્રધાન,શિવરાજસિંહ ચૌહાણ,અશ્વિની વૈષ્ણવ અને ડૉ મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ સંમેલનમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ,પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. બેઠકમાં નવા ફોજદારી કાયદાઓ...

ઓગસ્ટ 2, 2024 1:57 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 1:57 પી એમ(PM)

views 2

પેરિસ ઓલિમ્પિકની બેડમિન્ટનની પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના ખેલાડી સામે રમશે

પેરિસ ઓલિમ્પિકમાં આજે સાતમા દિવસે અનેક ભારતીય ખેલાડીઓ નિશાનેબાજી,તીરંદાજી, બેડમિન્ટન, જુડો, હોકી અને એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેશે.નિશાનેબાજીમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે, જ્યારે બેડમિન્ટન પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચીની-તાઇપેઇના ચાઉ-તિયેન-ચેન સામે થશે.પુરુષ હૉકી પૂલ મેચમાં આજે સાંજે ભારત અને ઑસ્ટ્રેલિયા ટકરાશે. ભારતીય ટીમ અગાઉ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જૂડોમાં મહિલાઓની 78 કિલોગ્રામથી વધુ વજન વર્ગ શ્રેણીમાં ભ...

ઓગસ્ટ 2, 2024 10:39 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:39 એ એમ (AM)

views 7

ક્રિકેટમાં આજથી ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડે મેચ શ્રેણીનો કોલંબોમાં પ્રારંભ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ દિવસીય ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે શરૂ થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ શ્રેણીમાં રમશે. આ પૂર્વે ભારતે શ્રીલંકા સામે ટી20 મેચની શ્રેણીમાં ત્રણ શૂન્યથી જીત મેળવી હતી.

ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM)

views 7

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ ત્રણ બાળકોનાં મૃત્યુઃ મૃત્યુઆંક વધીને 61 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી છેલ્લાં 24 કલાકમાં વધુ ત્રણ બાળકોનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 61 થયો છે, જ્યારે નવા આઠ કેસ વધતા અત્યાર સુધીનાં કુલ કેસોની સંખ્યા વધીને 148 થઈ છે. પોઝીટીવ કેસની સંખ્યામાં પાંચનો વધારો થયો છે. રાજ્યના કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ તપાસ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે. હાલમાં 27 દર્દી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી કુલ 60 દર્દીને રજા આપવામાં આવી છે. અમારા દીવ જિલ્લાના પ્રતિનિધી ભારતી રાવલ...

જુલાઇ 31, 2024 11:10 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:10 એ એમ (AM)

views 2

પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે

પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે. ટોક્યોમાં કાંસ્ય ચંદ્રક જીતનારાં મુક્કેબાજ લવલિના બોર્ગોહાઈન નૉર્વેનાં સુન્નીવા હૉક્સટાડની સામે રમશે. નિશાનેબાજીમાં ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રિ પોઝિશન ક્વાલિફિકેશન સ્પર્ધામાં રમશે. મહિલાઓની ટ્રેપ નિશાનેબાજી ક્વાલિફિકેશનના પહેલા દિવસે 68 પૉઈન્ટ મેળવનારાં શ્રેયસી સિંહ અને રાજેશ્વરીકુમારી ક્વાલિફિકેશન રાઉન્ડના બીજા દિવસે આજે સ્પર્ધામાં પરત ફરશે. બેડમિન્ટન ગૃપ...

જુલાઇ 31, 2024 11:09 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:09 એ એમ (AM)

views 42

ભારતે ટી-20 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું

ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 મેચની શ્રેણીમાં ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવી દીધું છે. ભારતે પહેલા બેટિંગ કરતા શ્રીલંકાને જીતવામાટે 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, શ્રીલંકાએ 20 ઑવરમાં 8 વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક હાંસલ કરી લેતા સુપર ઑવર કરાવવી પડી હતી. સુપર ઑવરમાં શ્રીલંકા માત્ર 2 જ રન બનાવી શકી. જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સુપર ઑવરના પહેલા જ બૉલમાં ચાર રન બનાવી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. આ શ્રેણીમાં ભારતના વૉશિંગ્ટન સુન્દરને પ્લેયર ઑફ ધ મેચ, જ્યારે સૂર્યકુમાર...

જુલાઇ 31, 2024 11:07 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:07 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં આ શુક્રવારે પહેલી વાર રાજ્યપાલોનું 2 દિવસનું સંમેલન યોજાશે

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામં રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન હશે. રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યું કે, તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા જણાવે છે કે, આ સંમેલનના એજન્ડામાં ત્રણ ફોજદારી કાયદાનું અમલીકરણ, ઉચ્ચ શિક્ષણમાં સુધારા અને વિશ્વ ...

જુલાઇ 31, 2024 11:05 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:05 એ એમ (AM)

views 5

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ આજથી ભારતના ત્રણ દિવસ રાજકીય પ્રવાસે

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસ અંતગર્ત નવી દિલ્હી પહોંચ્યા છે. પ્રતિનિધિમંડળમાં અનેક મંત્રીઓ અને વ્યાપારી પ્રતિનિધિઓ પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વિદેશ રાજ્યમંત્રી પબિતા માર્ગેરિયાએ હવાઈમથક પર શ્રી ફામ મિન્હ ચિન્હનું સ્વાગત કર્યું હતું. શ્રી જયસ્વાલે વિએતનામની સાથે ભારતના પરસ્પર સાંસ્કૃતિક સંબંધો અને વર્ષો જૂની મિત્રતા અંગે કહ્યું કે, શ્રી ચિન્હના આ પ્રવાસથી બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્...