ઓગસ્ટ 29, 2024 10:06 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 10:06 એ એમ (AM)

views 8

પેરિસ પેરાલીમપિક્સ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે એવેન્યૂ ડેસ ચેમ્પસ એલિસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ ખાતે સત્તાવાર રીતે પ્રારંભ થયો

પેરિસ પેરાલીમપિક્સ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે એવેન્યૂ ડેસ ચેમ્પસ એલિસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ ખાતે સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. ટોક્યો 2020 પેરાલીમપિક્સમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર સુમિત એન્ટિલ અને હંગઝોઉમાં રમાયેલ એશિયન પેરા ગેમ્સમાં ગોળા ફેંકમાં રજત ચંદ્રક જીતનાર ભાગ્યશ્રી જાધવે ત્રિરંગા સાથે ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું. આ વર્ષે 84 રમતવીરો 12 અલગ અલગ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. પેરાલીમપિક્સ રામતોના ઇતિહાસમાં અત્યારસુધીમાં ભારતના સૌથી વધુ ખેલાડીઓ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ક્રિષ...

ઓગસ્ટ 29, 2024 9:44 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 9:44 એ એમ (AM)

views 4

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઇકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રી પદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઇકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રી પદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. JMM પ્રમુખ શિબુ સોરેનને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે પાર્ટીની કાર્યશૈલી અને નીતિઓએ તેમને પાર્ટી છોડવા માટે મજબૂર કર્યા છે. શ્રી સોરેન ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ પોર્ટફોલિયો ઉપરાંત જળ સંસાધન વિભાગનો પોર્ટફોલિયો સંભાળતા હતા

ઓગસ્ટ 29, 2024 9:31 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 9:31 એ એમ (AM)

views 4

રક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાતે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાત લેશે. તેઓ નેવલ બેઝ, વિશાખાપટ્ટનમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. શ્રી સિંહ ઈસ્ટર્ન નેવલ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી નૌકાદળની કામગીરીની સમીક્ષા કરશે. ત્યારબાદ તેઓ કેરળના તિરુવનંતપુરમ જવા રવાના થશે

ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યરવસ્થાિ અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના, બે રેલવે અને કોલસા, ઉર્જા અને જળ સંસાધન ક્ષેત્રની એક -એકસહિત સાત મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 76 હજાર 500 કરોડ રૂપિયાથી વધુ છે. આ પરિયોજનાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા,...

ઓગસ્ટ 29, 2024 8:42 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 8:42 એ એમ (AM)

views 4

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી – માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ ઔદ્યોગિક ક્ષેત્રમાં સંયુક્ત અંદાજિત રોકાણ 28,602 કરોડ રૂપિયાનું રહેશે. શ્રી વૈષ્ણવે ઉંમેર્યું, આ ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના દિઘી, કેરળના પલક્કડ, ઉત્તરપ્રદેશના આગરા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના જહીરાબાદ, આં...

ઓગસ્ટ 22, 2024 11:21 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 11:21 એ એમ (AM)

views 6

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ અમેરિકાના સંરક્ષણમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ મુલાકાત ભારત-અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ મુલાકાત ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવે તેવી આશા છે. શ્રી રાજનાથ સિંહ અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું વડપણ સંભાળશે. તેઓ અમેરિકાના ભારતીય સમુદાય સાથે પણ સંવાદ સાધશે

ઓગસ્ટ 22, 2024 11:15 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 11:15 એ એમ (AM)

views 3

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે હસ્તકળા ક્ષેત્રની પ્રમુખ ભૂમિકા પર ભાર મૂક્યો

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે હસ્તકળા ક્ષેત્રની પ્રમુખ ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં 24માં હસ્તશિલ્પ નિકાસ પુરસ્કાર કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે વર્તમાન હસ્તશિલ્પ ક્ષેત્ર અંદાજે નવથી દસ ટકાના દરે વિકસી રહ્યો છે. આ પ્રસંગે કાપડમંત્રીએ મહિલાઓને હસ્તશિલ્પ ક્ષેત્રે જોડાવા માટે પ્રોત્સાહિત કરી. હસ્તશિલ્પ નિકાસ સંવર્ધન પરિષદે દેશના ટોચના હસ્તશિલ્પ નિકાસકારોના સમ્માનમાં આયોજીત આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અજય ગુપ્તાની કંપની સી....

ઓગસ્ટ 22, 2024 10:54 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:54 એ એમ (AM)

views 2

આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે.

આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષનો વિષય છે. જીવનને સ્પર્શવુ, ચંદ્રને સ્પર્શવું -‘ચંદ્રમાને સ્પર્શીને જીવનને સ્પર્શવુઃ ભારતની અવકાશ ગાથા’ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં આ અંગેની પત્રકાર પરિષદને સંબોધતા અવકાશ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, ગયા વર્ષે 23મી ઓગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનાં સોફ્ટ લેન્ડિંગ સાથે ચંદ્રયાન થ્રી મિશન સફળ રીતે પૂર્ણ થયું હતું. તેમણે ...

ઓગસ્ટ 22, 2024 10:31 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:31 એ એમ (AM)

views 11

કેરળ સરકારે પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હૉકી ગોલ કિપર પી.આર. શ્રીજેશને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી

કેરળ સરકારે પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હૉકી ગોલ કિપર પી.આર. શ્રીજેશને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM)

views 15

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી આ પૂર્વીય લીગ 25 ઑગસ્ટના રોજ પૂર્ણ થશે. બિહાર યોગાસન ખેલ સંઘ પહેલીવાર તેની મેજબાની કરી રહ્યું છે. આ લીગમાં પૂર્વીય ક્ષેત્રના રાજ્યોમાંથી પાંચસો મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. આ લીગનું સીધું પ્રસારણ ખેલો ઇન્ડિયા મહિલા લીગની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરાશે.