સપ્ટેમ્બર 11, 2024 9:37 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 9:37 એ એમ (AM)

views 5

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇ કાલે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે ચર્ચા કરી.

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇ કાલે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે ચર્ચા કરી. બેઠક બાદ અખબારી નિવેદનમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, બેઠકમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ અને તેની અસરો સહિતનાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ. તેમણે વૈશ્વિક મુદ્દાઓ અને સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર પણ ચર્ચા કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, ભારત જર્મનીમાં વિશ્વાસપાત્ર અને લવચીક પુરવઠા શ્રુંખલા, વિવિધ ઉત્પાદન તેમજ વિશ્વાસપાત્ર ડિજિટલ ભાગીદારી બનાવવામાં યોગદાન આપી શકે છે.

સપ્ટેમ્બર 5, 2024 10:23 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 10:23 એ એમ (AM)

views 5

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગઈકાલે સાંજે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા વિધાનસભા બેઠક પરથી, વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી અને પૂર્વ મંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડશે. અસીમ ગોયલ અંબાલા સિટીથી, કંવરપાલ ગુર્જર જગાધરીથી અને ઘનશ્યામ દાસ અરોરા યમુના નગર બેઠક પરથી લડશે. ભાજપે સફીડોન વિધાનસભા બેઠક પરથી રામકુમાર ગૌતમ, તોહાનાથી દેવેન્દ્ર સિંહ બબલીને અને નારનૌલ વિધાનસભા બેઠક પરથી કેપ...

સપ્ટેમ્બર 5, 2024 9:54 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 9:54 એ એમ (AM)

views 2

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવાયું છે કે અમૃત ઉદ્યાનમાં પ્રવેશ રાષ્ટ્રપતિ ભવનના ગેટનંબર 35 થી કરી શકાશે . મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક શટલ સેવા ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમૃત ઉદ્યાન ગયા મહિનાની 16મી તારીખથી જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું અને તે 15મી સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. અમૃત ઉદ્યાનની મુલાકાતનો સમય સવારે 10 થી સાંજના 6 વા...

સપ્ટેમ્બર 5, 2024 9:07 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 9:07 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના પહેલાં ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ અને રાષ્ટ્રિય શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સન્માનિત કરવાનો છે. શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરનારા અને વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ બનાવનારા શિક્ષકોને આ પુરસ્કાર માટે પસંદ કરાયા છે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભા...

સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM)

views 7

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM)

views 5

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...

સપ્ટેમ્બર 4, 2024 9:31 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 9:31 એ એમ (AM)

views 5

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોનાં પ્રચાર માટે આ સભાઓ યોજવામાં આવી છે. શ્રી ગાંધી આજે સવારે દિલ્હીથી જમ્મુ જશે. તેઓ રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં સભા સંબોધશે અને JKPCCના પૂર્વ વડા વિકાર રસુલ વાની માટે પ્રચાર કરશે. ઉપરાંત તેઓ અનંતનાગ જિલ્લાના દોરુ વિસ્તારમાં બીજી સભા સંબોધશે અને કોંગ...

સપ્ટેમ્બર 4, 2024 9:20 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 9:20 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે. દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ઉત્તર પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કેન્દ્રએ 12 મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી ત્રણ કરાર ત્રિપુરા સાથે સંબંધિત છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષ...

સપ્ટેમ્બર 4, 2024 9:05 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 9:05 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે સહકારના નવા ક્ષેત્રો શોધવા પર ચર્ચા થવાની સંભાવના છે. ત્યારબાદ અનેક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.શ્રી મોદી બ્રુનેઈ અને સિંગાપોરના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે બંદર સેરી બેગવાન પહોંચ્યા હતા. ત્યાં બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહે દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાત બંને...

ઓગસ્ટ 29, 2024 10:12 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 10:12 એ એમ (AM)

views 7

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે. હોકીના દંતકથા સમાન ખેલાડીમે જર ધ્યાનચંદની જન્મજયંતીએ દર વર્ષે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે