સપ્ટેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 4

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે.

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકો સહિત વિવિધ હિત ધારકોએ આગામી 6 વર્ષમાં નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે આવી રહેલા બદલાવો વચ્ચે ભારત અગ્રેસર છે. વધુમાં તેમણે કહ્યું કે લોકોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા વિ...

સપ્ટેમ્બર 18, 2024 8:42 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 8:42 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (MNIT)ના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓ સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કરશે. ઉપરાંત ઉજ્જૈન ખાતે ઈન્દોર-ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે ઈન્દ...

સપ્ટેમ્બર 17, 2024 9:33 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:33 એ એમ (AM)

views 8

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ગુજરાતમાં યોજાઇ રહેલી ત્રિ-દિવસીય ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા. ઉદઘાટન સત્રના સમાપન બાદ સાંજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM)

views 11

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજે રાજ્યના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ...

સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM)

views 11

ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ રજત જીત્યો

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો છે. શનિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં નીરજ ચોપડાએ 87.86 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તેઓ માત્ર 1 સેન્ટિમિટરના અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગયા હતા. આ સ્પર્ધામાં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અંડરસન પીટર્સે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે જર્મનીના જૂલિયન વેબર ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સતત ત્રીજી વાર છે કે, જ્યારે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં ચંદ્રક જીત્યા છે.

સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM)

views 9

પીએમ મોદીના નેતૃત્વમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા મળી : અમિત શાહ

આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના/NSS કોન્ફરન્સ-2024 નું સમાપન સત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને LWE પ્રભાવિત વિસ્તારોમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. આ ઉપરાંત તેમણે DGsP અને વરિષ્ઠ અધિકારીઓએ નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં અને ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કરવામાં આવેલી જોગવ...

સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિક છે. આ પરિષદ અને દિલ્હી ડેક્લરેશનનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગ...

સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM)

views 9

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે.

સપ્ટેમ્બર 11, 2024 10:09 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 10:09 એ એમ (AM)

views 4

ભારતીય જનતા પાર્ટીએ બીજી સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર આઠ દિવસમાં બે કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી

ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે પક્ષે બીજી સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર આઠ દિવસમાં બે કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ સભ્ય બનીને આ ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. એક નિવેદનમાં, ભાજપના મહામંત્રી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે ભાજપના વડા જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહામંત્રી (સંગઠન) બીએલ સંતોષે નવ રાજ્યોના હોદેદ્દારો સાથે સભ્યપદ અભિયાનની સમીક્ષા કરી હતી. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓ...