સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...

સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)

views 11

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

સપ્ટેમ્બર 19, 2024 10:13 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 10:13 એ એમ (AM)

views 10

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે.

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે. ઑપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનને એક દશાંશ 5 અંકના જવાબમાં 2 દશાંશ પાંચ અંકથી જીત હાંસલ કરી હતી. ડૉમ્મારાજૂ ગુકેશે ટોચના બૉર્ડ પર ચીનના વેઈ યીને હરાવતા ભારતને સાતમા તબક્કામાં જીતવામાં મદદ મળી. જ્યારે ભારત અને ચીનની અન્ય ત્રણ મેચ બરાબરીના સ્કૉર સાથે પૂર્ણ થઈ હતી. આ સાથે ભારતની ઑપન અને મહિલા ટીમ ચેસ ઑલમ્પિયાડના બીજા તબક્કામાં પહોંચી છે અને બંને ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.

સપ્ટેમ્બર 19, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 10:05 એ એમ (AM)

views 8

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે.

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમનું પાર્ટનર કન્ટ્રી જાપાન અને ફોકસ કન્ટ્રી વિયેતનામ તથા ઇરાન છે. આ કાર્યક્રમમાં અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઊભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છ...

સપ્ટેમ્બર 19, 2024 9:54 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 9:54 એ એમ (AM)

views 12

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને આસપાસનાવિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

સપ્ટેમ્બર 19, 2024 9:04 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 9:04 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્ધિઓ અને છેલ્લા ઘણા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ લાવવાના તેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13 ટકામતદાન ન...

સપ્ટેમ્બર 18, 2024 9:42 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:42 એ એમ (AM)

views 13

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવનો આજ સાંજ સુધી નબળા પડશે.

સપ્ટેમ્બર 18, 2024 9:30 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:30 એ એમ (AM)

views 16

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે બાદ ચૂંટણી માટે હવે કુલ 1 હજાર 31 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે, 101 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહી છે. જ્યારે 462 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં એક તબક્કામાં યોજનારી ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે. દરમિયાન રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભિવાની અને ફરીદાબાદમાં...

સપ્ટેમ્બર 18, 2024 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:14 એ એમ (AM)

views 126

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. સાત જિલ્લાઓની 24 બેઠકો પર સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઈ હતી. 23 લાખથી વધુ મતદારો, 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

સપ્ટેમ્બર 18, 2024 9:08 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:08 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં હજરી આપશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે. શ્રી મોદી આ મહિનાની 23મી તારી...