ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી રાજસ્થાનના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ રાજસ્થાનના પ્રવાસે પહોંચશે. દરમિયાન તેઓ ઉદયપુરમાં મોહનલાલ સુખાડિયા વિશ્વવિદ્યાલયના 32મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાનારા વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મૂ રાજ્ય સરકાર દ્વારા યોજાનારા આદિ ગૌરવ સન્માન સમારોહમાં પણ સહભાગી થશે.

ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે.

માં અંબાની ભક્તિ, શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આજથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માતાનાં ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે. તો કેટલાક લોકો ઉપવાસ, અનુષ્ઠાન, વ્રત અને તેલા કરીને માતાજીને રીઝવશે. નવ યુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે... અને હિલોળે ચડશે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ગરબા માટે વિવિધ આયોજનો થયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ...

ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM)

views 4

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલય પુત્રી કુમારી શૈલજા સ્વરૂપા માનુ વાહન વૃષભ છે. જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારિણી મા શૈલપુત્રીની નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસના કર...

ઓક્ટોબર 2, 2024 10:53 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 10:53 એ એમ (AM)

views 6

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી છે. મહારાષ્ટ્રને 1 હજાર 402 કરોડ, આંધ્રપ્રદેશને 1 હજાર કરોડ રૂપિયાથી વધુ, ગુજરાતને 600 કરોડ અને તેલંગાણાને લગભગ 417 કરોડ રૂપિયાની રકમ ફળવાઈ છે. આ રાજ્યો આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા. આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર જેવા પૂર પ્રભાવિત રાજ્યોમાં આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમોને નુકસાનના સ્થળ પર મૂલ્યાં...

ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે. તે દરમિયાન 83 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 79 હજાર 150 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-જનમન) હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 40 એકલવ્ય શાળાઓનું ઉદ્ઘાટન પણ કરશે અને 25 એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિનોબા ભાબે યુનિવર્સિટીના કેમ્...

ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM)

views 7

અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગતાં ઘાયલ થયા છે. તેમને તેમની પિસ્ટલમાંથી નીકળેલી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4.45 બની હતી. ઓપરેશન કરીને તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી છે. હાલમાં ગોવિંદાની તબિયત સુધારા પર છે.

સપ્ટેમ્બર 29, 2024 10:33 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:33 એ એમ (AM)

views 33

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય : ડૉ. એસ. જયશંકર

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે તેમ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે જણાવ્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 79માં સત્રને સંબોધન કરતા તેમણે આ વાત કહી. ડૉ. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉકેલવા માટેના મુદ્દાઓમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયેદસર ભારતીય વિસ્તારનો કબ્જો તેમજ આતંકવાદમાં તેની સંડોવણીને બંધ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે. વિદેશમંત્રીએ પાડોશી દેશની ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનના દુષ્કૃત્યોથી અન્ય પાડોશી દેશોને પણ અસર થઈ છે. તેમણ...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...

સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આજે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્ર...

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 8

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમ...