ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM)

views 4

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે. જયદીપ મઝૂમદારે વધુમાં જણાવ્યું હતું કે, લાઓસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સ...

ઓક્ટોબર 10, 2024 9:24 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 9:24 એ એમ (AM)

views 4

બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી છે. નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ભારતે ટી-20નાં ઇતિહાસમાં બાંગલાદેશ સામે સૌથી વધુ સરસાઇનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ તેણે ટી 20 વર્લ્ડકપમાં 50 રનથી વિજય મેળવ્યો હતો. 222 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા બાંગલાદેશે મર્યાદિત 20 ઓવરમાં નવ વિકેટે 135 રન કર્યા હતા. મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન કર્યા હતા. ભારત વતી નિતિશ રેડ્ડીઅને વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. અગ...

ઓક્ટોબર 10, 2024 8:41 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 8:41 એ એમ (AM)

views 10

પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું મુંબઇમાં નિધન

સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા સાથે રતન ટાટાનાં નેતૃત્વમાં ટાટા જૂથે તેની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું અને હંમેશા પોતાનાં નૈતિક દાયરા પ્રત્યે નિષ્ઠાવાન રહ્યા. તેમનાં પરિવાર...

ઓક્ટોબર 6, 2024 8:15 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:15 પી એમ(PM)

views 6

માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુ 5 દિવસ ભારતની મુલાકાતે

માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુ આજે ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારત આવ્યા છે. રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ મોહમ્મદ મુઇઝ્ઝુની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. તેઓ પ્રધાનમંત્રી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સંવાદ કરશે. માલદીવના રાષ્ટ્રપ્રમુખે વિદે...

ઓક્ટોબર 6, 2024 8:07 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:07 પી એમ(PM)

views 9

QUAD હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મુખ્ય તંત્રોમાંનું એક: વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે, QUAD, સંસ્થાકીય સહકારના તમામ પરંપરાગત મોડલને નકારી કાઢે છે અને તેના કારણે તે ખૂબ જ નવીન છે. નવી દિલ્હીમાં ત્રીજી કૌટિલ્ય આર્થિક સંમેલનમાં એક વાર્તાલાપ દરમિયાન તેમણે કહ્યું કે, એ ફાયદાકારક છે કે ક્વાડ ફક્ત તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાના હેતુઓ માટે રચાયેલ સંગઠન નથી. તેમણે કહ્યું કે, QUAD હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મુખ્ય તંત્રોમાંનું એક છે. વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તમામ મોટા દેશો સાથે જોડાયેલું હોય અને વૈશ્વિક રાજકારણ પ્રત્યે વધુ જવાબદા...

ઓક્ટોબર 6, 2024 2:16 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:16 પી એમ(PM)

views 14

INDvsBAN: ગ્વાલિયરમાં રમાશે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ

ભારત આજે ગ્વાલિયરમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ટીમમાં બે ટાચના ખેલાડીઓ છે. આ દરમિયાન શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ પહેલી મેચમાં જ જીતના વિશ્વાસ સાથે ઉતરશે જોકે બાંગ્લાદેશની ટીમ પણ ભારતને ટક્કર આપશે.

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 6

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિ...

ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM)

views 15

હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગીજવીજ સાથે વળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથના કેટલાક ભાગોમં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. એ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમા હવામાન સૂકું રહેશે. બીજી તરફ ગત મોડી સાંજે તાપી અને અમરેલી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ધોધ...

ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM)

views 4

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 રૂપિયા 50 પૈસા રૂપિયા મળશે. છેલ્લા એક દાયકામાં વેતનમાં અંદાજે 213 ટકાનો વધારો નોંધાયો છે. શ્રી કુમારે ઉંમેર્યું કે, ‘પ્રધાનમંત્રીએ જ ખાદીની વસ્તુઓ પર 20 ટકા અને ગ્રામોદ્યોગ વસ્તુઓ પર 10 ટકાની છૂટની જાહ...

ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM)

views 5

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક્ઝિટ પૉલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આનો ઉલ્લંઘન કરનારાઓને સજા અને દંડનો સામનો કરવો પડી શકે છે.