ઓક્ટોબર 16, 2024 8:36 એ એમ (AM)

views 12

‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ શ્રી શાહે કહ્યું કે, ‘દેશની સરહદોની અંદર થતા ગુનાઓને ઘટાડવા માટે પોલીસ વ્યવસ્થાએ સજાગ રહેવું જોઈએ અને હવે એ સમય આવી ગયો છે કે નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં ન્યાય મળે.’ ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવાના વર્ષ 2023ની બેચના 76 પ્રૉબેશનર્સ અધિકારીઓ સાથે સંવાદ કરતા શ્રી શાહે આમ જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યુ કે, ‘વર્તમાનમાં ગુના અને ગુનાને શોધવા માટેના નેટવર્ક અને પ્...

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 39

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને જીત માટે 297 રનનો પડકાર મળ્યો હતો પરંતુ હૈદરાબાદ ચોથા દિવસની રમતમાં 170 રને ઓલઆઉટ થતાં તેની 126 રન હાર થઈ હતી. બરોડા મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ મુંબઈને 84 રને હરાવ્યું છે. આ મેચમાં બરોડાએ પ્રથમ ઇનિંગ...

ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM)

views 18

ગૃહ મંત્રી અમિત શાહ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા – I.P.S.ના પ્રૉબેશનર્સ સાથે સંવાદ કરશે. દરમિયાન પ્રૉબેશનરી અધિકારી ગૃહમંત્રી સાથે પોતાની તાલીમ અંગેનો અનુભવ રજૂ કરશે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અધિકારીઓને દેશની આંતરિક સલામતી સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે.    ભારતીય પોલીસ સેવા 2023 બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 અધિકારી તાલીમાર્થીઓએ પાયાના અભ્યાસક્રમ તાલીમ પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ – C.A.P.F. અને કેન...

ઓક્ટોબર 15, 2024 10:48 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ મૂર્મુંએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું છે. અલ્જિરીયાની રાજધાની અલ્જીયર્સમાં અલ્જિરીયા- ભારત આર્થિક મંચને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમણે દ્વિપક્ષી ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ સહયોગના એક નવા યુગની દિશામાં નવી ગતિ પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જિરીયા, મૉરિટાનિયા અને મલાવીના પ્રવાસ અંતર્ગત અલ્જીયર્સમાં છે. આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મૉરિટાનિયા માટે રવાના થશે. છેલ્લા તબક્કામાં...

ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM)

views 13

પીએમ મોદીએ I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલનનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ– I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન – W.T.S.A. 2024 અને ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર ડિજિટલ ટેક્નૉલોજી સંસ્થાના આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના પ્રમાણિત કાર્યનું સંચાલન પરિષદ છે. તેનું આયોજન દર ચાર વર્ષે કરાય છે. I.T.U.ના ઇતિહાસમાં પહેલીવાર આવો પ્રતિષ્ઠિત વૈશ્વિક કાર્યક્રમ ભારત અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આ મહત્વનો...

ઓક્ટોબર 14, 2024 10:57 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અલજીરિયા પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલજીરિયા, મૉરિટાનિયા અને મલાવીનાં એક સપ્તાહના પ્રવાસના પહેલા તબક્કામાં ગત સાંજે અલજીરિયાની રાજધાની અલજીયર્સ પહોંચ્યાં છે. આજે તેઓ અલજીરિયાના રાષ્ટ્રપ્રમુખને મળશે. તેમજ બંને દેશના સંબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે અલજીરિયાના મુખ્ય નેતાઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષી બેઠક કરશે. આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ મૂર્મું 16મી ઑક્ટોબરે મૉરિટાનિયા જશે અને છેલ્લા તબક્કા હેઠળ 17થી 19ઑક્ટોબર સુધી મલાવી પહોંચશે. મૉરિટાનિયા અને મલાવીના નેતાઓની સાથે સંવાદ ઉપરાંત વેપાર અ...

ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન, વિવિધ દ્વિપક્ષીય બેઠકો કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, તેઓ અલ્જેરિયા જશે. મુલાકાત દરમિયાન તેઓ અલ્જેરિયાના પ્રમુખ અબ્દેલ માદજીદ ટેબ્બોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મુ ભારત-અલ્જીરિયા આર...

ઓક્ટોબર 11, 2024 7:44 પી એમ(PM)

views 21

ભારત લેબનોનની સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે: વિદેશ મંત્રાલય

ભારતે લેબનોનની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત લેબનોનની સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. તેમજ આ વિસ્તારમાં કથળતી જતી સલામતી વ્યવસ્થા અંગે ચિંતિંત છે. યાદીમાં જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના અભિગમનું દરેકે સન્માન કરવું જોઈએ. તેમજ તેના આદેશોનું પાલન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાષ્ટ્ર સંઘના બેઝ ખાતે ઇઝરાયલી દળોએ કરેલા તોપમારામાં રાષ્ટ્ર સંઘના શાંતિ રક્ષક દળના બે જવાનોને ઇજા થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ...

ઓક્ટોબર 11, 2024 2:17 પી એમ(PM)

views 3

વેલેન્સિયા ઓપન ટેનિસ: આજે સાંજે રમાશે મેન્સ ડબલ્સની સેમિફાઈનલ મેચ

સ્પેનમાં રમાઈ રહેલી વેલેન્સિયા ઓપન ટેનિસની મેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના જીવન નેદુચાઝિયાન અને વિજય સુંદર પ્રશાંતનો મુકાબલો પોલેન્ડના પીઓટર માટુઝવેસ્કી અને કેરોલ ડ્રેઝવેકીની જોડી સાથે થશે. મેચ સાંજે 6 વાગીને પાંચ મિનિટે શરૂ થશે. આ ભારતીય જોડીએ ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોમાનિયાના મિર્સિયા-એલેક્ઝાન્દ્રુ જેકન અને બેલારુસના ઈવાન લિયુટારેવિચની જોડીને સીધા સેટમાં 6-0, 6-2થી પરાજય આપ્યો હતો.

ઓક્ટોબર 10, 2024 9:54 એ એમ (AM)

views 16

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 82 રનથી હરાવ્યું

ICC મહિલા T20 વર્લ્ડકપમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ 'A'ની મેચમાં શ્રીલંકાને 82 રને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. મહિલા T20 વર્લ્ડ કપમાં રનના સંદર્ભમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ સાથે ગ્રૂપ 'એ' માં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતાં આગળ નીકળી ગયું છે. ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. હરમનપ્રિત કૌરનાં 50 અને સ્મૃતિ મંધાનાનાં 52 રનની મદદથી ભારતે 172 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. શ્રીલ...