નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM) નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM)

views 40

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, ઝારખંડ ઉપરાંત જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ, મતદારોને મફતમાં વહેંચવાની ચીજો, શરાબ, માદક પદાર્થો અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી આશરે 280 કરોડ રૂપિયા અને ઝારખંડમાંથી 158 કરોડ રૂપિયાનાં મૂલ્યની ચીજો જપ્ત કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાંથી થયેલી કુલ જપ્તી 2019ની વિધાનસભા ચૂંટણી કરતા ત્રણ ગણી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તમામ અધિકારીઓને ચૂંટણી દરમિયાન ભ્રષ...

ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM)

views 11

મહિલા ક્રિકેટમાં ભારતે ન્યુઝીલેન્ડને 2-1થી હરાવીને જીત મેળવી

મહિલા ક્રિકેટમાં, ભારતે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી હતી . ગઈકાલે ફાઈનલ મેચમાં ભારતની ટીમે ન્યુઝિલેંડને છ વિકેટથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 233 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે સ્મૃતિ મંધાનાની સદીની મદદથી 45મી ઓવરમાં મેચ સમાપ્ત કરી દીધી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 232 રન બનાવ્યા હતા.

ઓક્ટોબર 30, 2024 8:58 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 8:58 એ એમ (AM)

views 9

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની મુલાકાતે

મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે સાંજે રિયાધ પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. પીયૂષ ગોયલ રિયાધમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (FII) ની 8મી આવૃત્તિમાં ભાગ લેશે, જે એક અગ્રણી પ્લેટફોર્મ છે જે વૈશ્વિક નેતાઓ, રોકાણકારો અને સંશોધનકારોને આમંત્રે છે. બાદમાં તેઓ સાઉદીના ઉદ્યોગ અને ખનિજ સંસાધન મંત્રી સાથે દ્વિ...

ઓક્ટોબર 27, 2024 9:58 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:58 એ એમ (AM)

views 2

‘સુલતાન ઓફ જોહોર કપ’માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો

મલેશિયામાં રમાઈ રહેલા ‘સુલતાન ઓફ જોહોર કપ’ જુનિયર મેન્સ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ન્યુઝીલેન્ડને 3-2થી હરાવી બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતીય ગોલકીપર બિક્રમજીતસિંહ અને સ્ટ્રાઈકર ગુરજોતસિંહ, મનમીત સિંહ તથા સૌરભ આનંદ કુશવાહાના અદભૂત પ્રદર્શન સાથે ભારતે આ જીત હાંસલ કરી છે.

ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેએક મહત્વનું મંચ પૂરું પાડશે. તેમજ બ્રિક્સ દેશો દ્વારા શરૂ કરાયેલી પહેલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યમાં સહયાગો માટે સંભવિત ક્ષેત્રોની ઓળખ કરવાની તક પણપૂરી પાડશે. વિદેશ મંત્રાલયે ...

ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ મૂર્મુ અલ્જેરિયા અને મોરિટાનિયા સહિત ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ગુરુવારે મલાવી પહોંચ્યા હતા. આ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. G-20 ન...

ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ - NLW વ્યક્તિગત સહભાગીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જોડાણ દ્વારા શીખવા માટે સમર્પિત રહેશે. NLW દરમિયાન દરેક કર્મયોગી ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા-સંબંધિત શિક...

ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM)

views 11

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે.

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2012-13 સીઝન બાદથી ઘરઆંગણે સતત 19મી શ્રેણી જીતવાનો લક્ષ્ય પણ બનાવશે. બીજી ટેસ્ટ 24થી 28 ઑક્ટોબર સુધી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ એકથી પાંચ નવેમ્બર સુધી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ઓક્ટોબર 16, 2024 9:10 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:10 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે.

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેઓ પાકિસ્તાનના 2 દિવસના પ્રવાસ પર ગઈકાલે પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાયેલી S.C.O.ની બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત S.C.O.ની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લે છે. સંસ્થાના સરકારના વડાઓની એક બેઠક દર વર્ષે યોજાય છે, જેમાં વેપાર અને આર્થિક કાર્યસૂચિની ચર્ચા કરવામાં આવે છે. આ પહેલા ડૉ. જયશંકરે તેમની પાકિસ્તાન યાત...

ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે. રાષ્ટ્રપતિએ ભારત અને અલ્જેરિયા વચ્ચેને સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ સ્તરની નેતાઓ અને પ્રતિનિધિમંડળની સાથે વિવિધ દ્વિપક્ષી બેઠક યોજી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, ‘મૉરિટાનિયાના એક દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મૉરિટાનિયાના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ આઉલ્દ ગઝૌઆની અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠક તેમજ મૉરિટાનિયામાં ભારતીય સ...