નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 17

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ શ્રેણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે

નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM) નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM)

views 4

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને ગ્રાહકોને વિતરણ સમયે અથવા વપરાશ માટે અયોગ્ય બનતા 40 દિવસ પહેલા ખાદ્ય ચીજવસ્તુઓની લઘુતમ ગુણવત્તા 30 ટકા જાળવી રાખવા જણાવ્યું છે. સત્તાવાળાઓએ ગઈકાલે દિલ્હીમાં ઈ-કોમર્સ એફબીઓ સાથે બેઠક યોજી હતી. આ સભામાં 200 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન, ઇ-કોમર્સ એફબીઓ માટે અનુપાલન આવશ્યકતાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં...

નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM) નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM)

views 72

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે.31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં 1 કરોડ 37 લાખથી વધુ મતદારો 73 મહિલાઓ સહિત 6 હજાર 083 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. સેરાયકેલાથી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેન, રાંચીથી રાજ્યસભાના સાંસદ અને jm...

નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM) નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇ કાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રીમતી મુર્મૂ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે. તેઓ સેલવાસમાં નમો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. દરમિયાન, રાષ્ટ્રપતિની દીવની મુલાકાત પૂર્વે તૈયારીઓ થઈ રહી છે. અમારા દીવના પ્રતિનિધી ભારતી રાવલ જણાવે છે કે, રાષ્ટ્રપતિ દીવ ખૂખરી સ્મારક અ...

નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM) નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM)

views 11

આજથી ધોરડો ખાતે કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે

કચ્છના સફેદ રણ ધોરડોમાં આજથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે. જો કે, આજથી માત્ર ટેન્ટસિટી શરૂ કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો – ક્રાફટ બજાર વિગેરે આગામી પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7.42 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવનાના પગલે પરમિટ માટે ચાર નવી ટીકીટ બારી શરૂ કરવામાં આવી છે. આ સાથે ભૂજ થી ધોરડો સુધી બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે.

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM) નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામ...

નવેમ્બર 9, 2024 6:41 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:41 પી એમ(PM)

views 5

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી

દેશના નાગરિકોને તેમના કાયદાકીય અધિકારીઓથી વાકેફ કરવા આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી કરવામાં આવી છે. વિવિધ પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને તેમના કાયદાકીય અધિકારો અંગે માહિતગાર કરાયા હતા તેમજ વિવાદ નિવારણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1995માં આજના દિવસે કાનૂની સેવા સત્તામંડળ ધારો અમલમાં મૂકાયો હતો. સમાજના કાનૂની સહાયથી વંચિતોને સરળતાથી કાનૂની સેવા ઉપલબ્ધ કરાવી એ આ ધારાનો મુખ્ય હેતુ હતો. વર્ષ 1995માં પાંચમી ડિસેમ્બરે રાષ્ટ્રીય કાનૂની...

નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 9

પ્રથમ T20 માં ભારતે આફ્રિકાને 61 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે ગઈકાલે રાત્રે રમાયેલ પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આક્રિકાને 61 રનથી હરાવી ચાર મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતાં ભારતે 20 ઓવરમાં 202 બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસને 10 સિક્સની મદદથી 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં 203ના લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 17.5 ઓવરમાં 141 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ...

નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM)

views 7

રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થયો, તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં વર્તાય છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજના દરેક વર્ગમાં ઊંડે ઉંડે અનુભવાય છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રતન ટાટાએ જે જીવનને સ્પર્શ્યું હતું અને જે સપનાઓને તેમણે ...

નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 4

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટણના માધવી હેન્ડીક્રાફ્ટના શ્યામ સુનિલભાઈ સોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, આ એક્સપોમાં પટોળામાંથી બનાવેલ શર્ટ, ટાઈ, ક્લચ, દુપટ્ટા, બીચ પરના રૂમ...