જાન્યુઆરી 26, 2025 1:55 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:55 પી એમ(PM)
8
શ્રીલંકાએ ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું
શ્રીલંકાએ એક ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મન્નાર અને પૂનરીમાં અદાણી સમૂહને અપાયેલી 484 મેગાવૉટ પવનઊર્જા પરિયોજનાને રદ કરવામાં આવી છે. એક વિશેષ સંવાદદાતા સંમેલનમાં શ્રીલંકાની મંત્રીમંડળના પ્રવક્તા ડૉ. નલિન્દા જયથિસાએ સ્પષ્ટતા કરી કે, સરકારે માત્ર વિજળી ખરીદી સમજૂતી કરાર સંબંધિત મંત્રીમંડળના નિર્ણયને રદ કર્યો છે. તેમણે કહ્યું, હવે આ પરિયોજનાની સમીક્ષા કરવા અને તેની સાથે જોડાયેલી ચિંતાઓ દૂર...