ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM)

views 15

મહિલા ક્રિકેટમાં ભારતે ન્યુઝીલેન્ડને 2-1થી હરાવીને જીત મેળવી

મહિલા ક્રિકેટમાં, ભારતે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી હતી . ગઈકાલે ફાઈનલ મેચમાં ભારતની ટીમે ન્યુઝિલેંડને છ વિકેટથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 233 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે સ્મૃતિ મંધાનાની સદીની મદદથી 45મી ઓવરમાં મેચ સમાપ્ત કરી દીધી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 232 રન બનાવ્યા હતા.

ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 10:00 એ એમ (AM)

views 13

IND vs NZ: આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ, ભારતે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્ષેણીની પ્રથમ મેચમાં વર્લ્ડ T20 ચેમ્પિયન ન્યુઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.