જૂન 27, 2025 2:03 પી એમ(PM) જૂન 27, 2025 2:03 પી એમ(PM)

views 8

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ T20 મેચો માટે નવા પાવર પ્લે નિયમો જાહેર કર્યા છે.

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ T20 મેચો માટે નવા પાવર પ્લે નિયમો જાહેર કર્યા છે. જેમાં ટૂંકા ગાળાના ફોર્મેટ માટે શરૂઆતમાં માન્ય ઓવરની સંખ્યા અને પ્રતિબંધિત ક્ષેત્ર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આગામી મહિનાથી અમલમાં આવનારા નવા નિયમો મુજબ, એક ઇનિંગમાં આઠ ઓવર સુધી ઘટાડેલી રમતમાં હવે 30 વારનાં સર્કલની બહાર માત્ર બે ફિલ્ડરો હશે અને પાવર પ્લેની બે ઓવર અને બે બોલ આપવામાં આવશે. આ જ રીતે, પાંચ ઓવરની ઇનિંગ માટે દોઢ ઓવર પાવર પ્લેની હશે. 10 ઓવરની ઇનિંગમાં ત્રણ ઓવર અને 15 ઓવરની ઇંનિંગમાટે સાડા ચાર ઓવર પા...

માર્ચ 12, 2025 6:40 પી એમ(PM) માર્ચ 12, 2025 6:40 પી એમ(PM)

views 11

ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીત પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ODI રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી

ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ODI રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી છે, જેમાં શુબમન ગિલ, રોહિત શર્મા અનેરવિન્દ્ર જાડેજાને નોંધપાત્ર ફાયદો થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ જીત સાથે, આજે જાહેર કરાયેલ રેન્કિંગમાં બંને ટીમોના સ્ટાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેના પ્રદર્શન પછી યુવા ઓપનર શુબમન ગિલ ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર છે.શુબમનને ફેબ્રુઆરી માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ પણ અપાયો છે.

ફેબ્રુવારી 27, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 2:22 પી એમ(PM)

views 10

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ છે. ઇંગ્લૅન્ડ 49 ઑવર 5 બૉલમાં 317 રન પર ઑલ-આઉટ થયું હતું. અફઘાનિસ્તાને 50 ઑવરમાં 7 વિકેટ ગુમાવી 325 રન બનાવ્યા હતા. બેટ્સમૅન ઈબ્રાહીમ જાદરાને I.C.C. ટ્રૉફીના ઇતિહાસમાં 177 રનનો સૌથી વધુ વ્યક્તિગત સ્ક...

ફેબ્રુવારી 27, 2025 2:06 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 2:06 પી એમ(PM)

views 13

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, WPLમાં RCB અને અને ગુજરાત જાયન્ટ્સ ટકરાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ છે. ઇંગ્લૅન્ડ 49 ઑવર 5 બૉલમાં 317 રન પર ઑલ-આઉટ થયું હતું.અફઘાનિસ્તાને 50 ઑવરમાં 7 વિકેટ ગુમાવી 325 રન બનાવ્યા હતા. બેટ્સમૅન ઈબ્રાહીમ જાદરાને I.C.C. ટ્રૉફીના ઇતિહાસમાં 177 રનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કૉ...

ડિસેમ્બર 24, 2024 8:11 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 8:11 પી એમ(PM)

views 9

ICCએ મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સમયપત્રક જાહેર કર્યુઃ 23 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ આજે આઇસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું. આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી સ્પર્ધા રમાશે. વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાન વર્ષ 1996 પછી પ્રથમ વાર વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. તટસ્થ સ્થળ તરીકે યુએઇમાં પણ કેટલીક મેચો રમાશે.ગ્રૂપ એમાં ભારત ઉપરાંત બાંગલાદેશ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન છે, જ્યારે ગ્રૂપ બીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગલેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. 19 ફેબ્રુઆરીએ કરાચીમાં પ્રથમ મેચમાં પાકિસ્તાન અન...

ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM)

views 9

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે.

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. છેલ્લા ત્રણ ટી-20 વિશ્વકપ જીતનારી ગયા વર્ષની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂ ઝિલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સમૂહ – એ માં છે. જ્યારે સમૂહ – બીમાં બાંગ્લાદેશ, ઇંગ્લે...

ઓગસ્ટ 28, 2024 2:55 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 2:55 પી એમ(PM)

views 10

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે પહેલી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા અધ્યક્ષ છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બારકલે ત્રીજી મુદત નહીં માંગે અને નવેમ્બરમાં તેમની મુદત પૂર્ણ થયે રાજીનામું આપશે.

ઓગસ્ટ 28, 2024 12:07 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 12:07 પી એમ(PM)

views 8

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે 1લી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા ચેરમેન છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્ડી ત્રીજી મુદત નહીં માંગે અને નવેમ્બરમાં તેમની મુદત પૂર્ણ થયે રાજીનામું આપશે.