ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 7

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM)

views 33

અમિત શાહ આજે રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરફેરની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ માદક પદાર્થોના દૂષણને ડામવા અંગેના પખવાડિયાનો પ્રારંભ કરશે. જેમાં 44 હજાર કિલોગ્રામથી વધુ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી ...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 10

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવ...