ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 6

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે ચીન માટે મેચનો પહેલો ગૉલ કર્યો હતો. ભારતનાં કણિકા સિવાચે ત્રીજા ક્વાર્ટરમાં ગૉલ કરી મેચ બરાબરી પર લાવી દીધી હતી. નિયમિત સમયમાં એક-એકની બરાબરી બાદ મેચનો નિર્ણય શૂટઆઉટથી કરવો પડ્યો હતો.     હૉકી ઇન્ડિય...

ડિસેમ્બર 14, 2024 1:28 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:28 પી એમ(PM)

views 7

વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારત અને હોન્ગકોન્ગ વચ્ચે રમાશે મેચ

હોન્ગકોન્ગમાં વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારતીય પુરુષ ટીમ પાંચમા સ્થાન માટે યજમાન હોન્ગકોન્ગ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે 5થી 8મા સ્થાન માટે યોજાયેલી મેચમાં ગઈકાલે જર્મનીને 2 શૂન્યથી હરાવ્યું હતું. દરમિયાન ભારતીય મહિલા ટીમ પાંચથી આઠમા સ્થાન માટે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડથી ત્રણ શૂન્યથી હારી ગયું હતું. જ્યારે સાતમા સ્થાન માટે આજે ભારતીય મહિલા ટીમ ફ્રાન્સ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ગુરુવારે ભારતીય મહિલા અને પુરુષ...

નવેમ્બર 9, 2024 7:43 પી એમ(PM) નવેમ્બર 9, 2024 7:43 પી એમ(PM)

views 9

ભારતીય હોકી ટીમના સુકાન હરમનપ્રિતસિંહને શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર અપાયો

આંતરરાષ્ટ્રીય હોકી સંગઠન – FIH દ્વારા ભારતીય હોકી ટીમના સુકાન હરમનપ્રિતસિંહને વર્ષનો શ્રેષ્ઠ ખેલાડી અને ભૂતપૂર્વ ગોલકીપર શ્રીજેશને વર્ષનો શ્રેષ્ઠ ગોલકિપરના પુરસ્કાર અપાયો છે. ગઈકાલે ઓમાનમાં FIH ની બેઠકમાં બંન્ને ખેલાડીઓને આ પુરસ્કારો એનાયત થયા હતા.

ઓક્ટોબર 6, 2024 8:06 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:06 પી એમ(PM)

views 12

હોકી ઈન્ડિયાએ સુલતાન જોહોર કપ માટે જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ આજે મલેશિયામાં સુલતાન જોહોર કપની 12મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 18 સભ્યોની જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત કરી છે. નવ-નિયુક્ત મુખ્ય કોચ પી. આર. શ્રીજેશ મલેશિયામાં ટીમનું નેતૃત્વ કરશે જ્યારે આમિર અલી કેપ્ટન અને રોહિતને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત આ મહિનાની 19મીએ જાપાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 20મીએ તેનો મુકાબલો બ્રિટન સામે થશે. ત્યારબાદ ભારતનો મુકાબલો 22મીએ યજમાન મલેશિયા સામે અને 23મીએ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મહિનાની 26મી તારીખે ફાઈનલ રમાશે. આ ટૂર્નામે...