જાન્યુઆરી 26, 2025 1:37 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:37 પી એમ(PM)
7
બાંગ્લાદેશ: ભારતીય ઉચ્ચ આયોગ ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
બાંગ્લાદેશના ઢાંકામાં આજે ભારતીય ઉચ્ચ આયોગ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ભારતીય સમુદાયનું સ્વાગત કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના આયોજન અને શિક્ષણ સલાહકાર ડૉ. વાહિદુદ્દીન મહમૂદ આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. આ સ્વાગત સમારોહમાં રાજદ્વારી સમુદાય, રાજકીય પક્ષો, શિક્ષણવિદો, ભારતીય લોકો, વ્યાપારિક વર્તુળો, સરકારી વિભાગો અને સશસ્ત્ર દળોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.