ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM)

views 6

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નારી ખાતે નવનિર્મિત આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.   આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડમિક બ્લૉક, 181 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાલય અને અંદાજે 557 કરોડ રૂપિયાના ખર્ચે ટિચિંગ હૉસ્પિટલ અને એમસીએચ ઈમારત સહિત નિર્માણાધીન કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM)

views 7

દર્દીઓને મહત્તમ દવાઓ હોસ્પિટલ મળે અને બહારથી દવા ન લખાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.  આરોગ્ય મંત્રી પટેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની ...